/connect-gujarat/media/post_banners/dd7110b030066c73a0a73ace4d90dcd8d2be053b65c6895622bc98426a50c702.webp)
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે ગઈકાલે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડથી લઈને રાજકારણી સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. ત્યારે મહત્વની વાત તો એ છે કે ગઇકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સ્વરા-ફહાદની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા, જેનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી કડક સુરક્ષા સાથે સ્વરાના રિસેપ્શનમાં પ્રવેશતા જોવા મળે છે. જણાવી દઈએ કે રાહુલના રિસેપ્શનમાં જવા માટે લોકો સ્વરા ભાસ્કરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એવામાં લોકો વચ્ચે સ્વરાના વેડિંગ રિસેપ્શન કરતાં રાહુલની ગ્રાન્ડ એન્ટ્રીની વધુ ચર્ચા થઈ રહી છે.