મોદી સરનેમ મામલે સભ્યપદ ગુમાવી ચૂકેલાં રાહુલ ગાંધી સતત અદાણીના મુદ્દે સવાલો ઉઠાવે છે, પરંતુ આજે તેમણે પોતાના ટ્વિટરમાં તે પૂર્વ કોંગ્રેસીઓને ટાર્ગેટ કર્યા છે. રાહુલ ગાંધીના ટ્વિટમાં એક વર્ડ પ્લે પઝલની તસવીર જોવા મળી રહી છે, જેમાં સેન્ટરમાં તો અદાણી લખાયેલું છે, પરંતુ આ જ અક્ષરોથી તેમણે તે જૂના સાથીઓના નામ પણ લખ્યા જેઓ હવે કોંગ્રેસનો હાથ અને રાહુલ ગાંધીનો સાથ છોડી ચૂક્યા છે.સૌથી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ટ્વિટ જોઈએ. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે હકીકત સંતાડે છે, એટલે રોજ ભટકે છે. સવાલ તે જ છે- અદાણીની કંપનીઓમાં ₹20,000 કરોડ બેનામી નાંણા કોના છે? આ સિવાય રાહુલે કોંગ્રેસના 5 પૂર્વ નેતાઓને પણ અદાણી સાથે જોડ્યા હતા. તેમણે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે.જેમાં પાંચ નેતાઓના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમાં અદાણીના અક્ષર 'A' સાથે ગુલામ (નબી આઝાદ), અક્ષર D સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), 'A' સાથે કિરણ (રેડ્ડી), 'N' સાથે હિમંત (બિસ્વા સરમા) અને 'I' સાથે અનિલ (એન્ટોની) લખેલું છે. તેમણે કહ્યું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કોંગ્રેસના પૂર્વ નેતાઓ પર સાધ્યુ નિશાન,વાંચો શું છે ટ્વિટનું અદાણી કનેકશન
મોદી સરનેમ મામલે સભ્યપદ ગુમાવી ચૂકેલાં રાહુલ ગાંધી સતત અદાણીના મુદ્દે સવાલો ઉઠાવે છે,
New Update