રાજસ્થાન : ધોલપુરમાં આવ્યો સુપરહીરો! વ્યક્તિ એરોપ્લેનની જેમ ઉડવા લાગ્યો, લોકો જોઈને થયા સ્તબ્ધ.!

રવિવારે ધોલપુરની રાષ્ટ્રીય સૈન્ય શાળામાં એર અને રોબોટિક ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન : ધોલપુરમાં આવ્યો સુપરહીરો! વ્યક્તિ એરોપ્લેનની જેમ ઉડવા લાગ્યો, લોકો જોઈને થયા સ્તબ્ધ.!
New Update

રવિવારે ધોલપુરની રાષ્ટ્રીય સૈન્ય શાળામાં એર અને રોબોટિક ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોનું સૌથી મોટું આકર્ષણ જેટ-પેક સૂટ પહેરેલો ફ્લાઈંગ મેન છે. બ્રિટિશ આર્મીના એક સૈનિકનું આ અદ્ભુત પરાક્રમ જોઈને શોમાં આવેલા લોકોની સ્તબ્ધ થઈ ગયા હતા.

બ્રિટિશ આર્મીમાંથી આવેલા અને હવામાં ઉડેલા રિચર્ડ બ્રાઉનિંગે પહેરેલા જેટ પેક સૂટની કિંમત લગભગ 3.4 કરોડ રૂપિયા છે. રિચર્ડ બ્રાઉનિંગે આ જેટ પેક સૂટની શોધ કરી છે. જેના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ જેટ-પેક ફ્લાઈંગ સૂટ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેને પહેરીને વ્યક્તિ 12 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. બ્રાઉનિંગના પિતા પણ એરોનોટિકલ એન્જિનિયર હતા.

બ્રાઉનિંગ આંખના પલકારામાં હવામાં ઉડી ગયો અને ફિલ્મના સુપરહીરોની જેમ આકાશમાં સ્ટંટ કર્યા. તે આંખના પલકારામાં એક છત પરથી બીજી છત પર જતો જોવા મળ્યો હતો. શોમાં હાજર બાળકો અને તેમના સંબંધીઓ સુપર હીરોની જેમ ઉડતા વ્યક્તિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.


આ દરમિયાન રોબોટિક ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મિકેનિક ડોગ દક્ષિણ કોરિયાની એક કંપનીમાંથી આયાત કરવામાં આવ્યો છે. આ શોમાં પણ વિદ્યાર્થીઓને રોબોટિક ડોગની વિશેષતાઓ જણાવવામાં આવી હતી. આ રોબોટિક ડોગ યુદ્ધમાં બોમ્બને શોધીને તેને ડિફ્યુઝ કરવામાં સક્ષમ છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Rajasthan #Indian Army #person #Air Force #air-show #Dholpur #flying #Robotic Dog Show
Here are a few more articles:
Read the Next Article