સાબરકાંઠા:હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો, રસ્તામાં ભૂસ્ખલન થયું તો પણ હિંમત ના હારી

હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા હતા

New Update
સાબરકાંઠા:હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો, રસ્તામાં ભૂસ્ખલન થયું તો પણ હિંમત ના હારી

સાબરકાંઠાના હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા હતા

હિંમતનગરના કાંકરોલમાં આવેલા ગાયત્રી મંદિર પાસેની આશાપુરા સોસાયટીમાં રહેતો જય પંચાલ જેણે 2019થી સાઈકલીંગ શરુ કર્યું હતું ત્યારબાદ નાના-મોટા 200, 300, 400, 600 અને 1000 કિ.મીના અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.તો 2021માં હિંમતનગર-લદ્દાખ 1900 કિમીની સાઈકલ રાઈડીંગ કરી હતી.સાઈકલીંગ કરી કેદારનાથ જવાની ઈચ્છા પૂર્ણ કરી

2023ના ઓગસ્ટમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસમાં પહાડો વચ્ચે બિરાજમાન બાબા કેદારનાથના દર્શને સાઈકલીંગ કરીને જવાની ઈચ્છા પૂર્ણ કરવા જય પંચાલે ચોમાસામાં ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે ઘરેથી હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા બાદ ધરતી પરના સ્વર્ગ પર પહાડો વચ્ચે બિરાજમાન બાબા કેદારનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ખભે સાઈકલ મૂકીને દોડતો 200 મીટરનું અંતર કાપ્યું હતુ.

Latest Stories