/connect-gujarat/media/post_banners/41af1039ac2f105f0b582ccc4bcb727ecb8e661c3af9e6349f22235e891bf5b0.webp)
મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 1999માં NCPની રચના થઈ ત્યારથી પવાર તેના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. શરદ પવારે તેમની આત્મકથા 'લોક માજે સાંગાતિ'ના વિમોચન પ્રસંગે પ્રમુખ પદ છોડવાનો નિર્ણય લીધો હતો. શરદ પવારે તેમની આત્મકથામાં અજિત પવારના બળવા અને તેમની વાપસી, PM મોદી સાથેના સંબંધો, MVAની રચના દરમિયાન કોંગ્રેસની ભૂમિકા વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. શરદ પવારે પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે, તેમના અને પીએમ મોદીના સંબંધોને લઈને આટલી બધી વાતો કેમ થઈ રહી છે. પવાર લખે છે કે, 2004થી 2014 સુધી તેઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે સેતુ તરીકે કામ કરતા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને તે સમયે કેન્દ્રમાં સત્તારૂઢ કોંગ્રેસ સાથે તેમના સંબંધો સારા નહોતા. શરદ પવારે લખ્યું કે, આ સમય દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકાર વચ્ચે કોઈ વાત થઈ નથી. આવી સ્થિતિમાં ગુજરાતની જનતાને નુકસાન થઈ રહ્યું હતું. એટલા માટે મેં પહેલ કરી અને તત્કાલિન પીએમ મનમોહન સિંહ સાથે વાત કરી. તેઓ ખૂબ જ સમજદાર અને સ્થાયી નેતા હતા કારણ કે, તેઓ આ સમજતા હતા. બાદમાં મને ગુજરાત અને કેન્દ્ર વચ્ચે સંવાદ સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી. મારા અને નરેન્દ્ર મોદીના સારા સંબંધો વિશે ઘણું કહેવામાં આવે છે. જ્યારે હું 10 વર્ષ સુધી કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરતો હતો ત્યારે આ સંબંધો બંધાયા હતા.