/connect-gujarat/media/media_files/2025/03/03/IKAMgu1gARmjCmcMMmAc.png)
હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલનો મૃતદેહ શનિવારે એક સૂટકેસમાં મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે.
હિમાની નરવાલ હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવા માટે હરિયાણા પોલીસ રાજકીય દબાણ ઘણું વધી ગયું હતું. પોલીસે રવિવારે રાત્રે બે લોકોની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે. હિમાની નરવાલ હત્યા કેસ અંગે પોલીસ આજે સોમવારે મોટો ખુલાસો કરી શકે છે.
અહેવાલ મુજબ આરોપીની ઓળખ બહાદુરગઢના રહેવાસી સચિન તરીકે થઈ છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આરોપી હિમાની સાથે રિલેશનશિપમાં હતો. હિમાની સચિનને બ્લેકમેલ કરતી હતી અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા.
જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાનીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી હતી.જે સૂટકેસમાં હિમાનીનો મૃતદેહ મળ્યો હતો તે પણ હિમાનીના ઘરની જ હતી. આરોપી પાસેથી હિમાનીનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે.