ઉત્તર પ્રદેશના ધારાસભ્યે વિધાનસભાની ગરિમાને લજવી,પાન-મસાલા ખાઈને પિચકારી મારતા અધ્યક્ષ નારાજ

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હોલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી

New Update
Uttarpradesh Assembly

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બનીજેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હોલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી અને આ ઘટનાને શિસ્તભંગ કરાર કરી હતી. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, 'મેં વીડિયોમાં જોઈ લીધું છે કેઆ કોણે કર્યું પરંતુહું કોઈ સભ્યનું નામ નહીં લઉં.'

Advertisment

વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ મંગળવારની કાર્યવાહી શરૂ થતા સૌથી પહેલાં આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા અધ્યક્ષે ખૂબ જ ગંભીરતાથી કહ્યું કેગૃહમાં આ પ્રકારની કોઈ હરકત જરાય સ્વીકાર્ય નથી. આજે સવારે મને સૂચના મળી કેઆપણી વિધાનસભામાં હાલ કોઈ માનનીય સભ્યે પાન મસાલો ખાઈને થૂંકી દીધું. હું આવ્યો અને મેં સાફ કરાવ્યું. મેં વીડિયો જોઈ લીધો છે કેઆ કોણે કર્યું પરંતુહું કોઈનું અપમાન કરવા નથી ઈચ્છતો. વિધાનસભા કોઈ વ્યક્તિની નથી પરંતુ, 403 ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશની 25 કરોડની જનતાની છે. તેને સ્વચ્છ અને ગરિમામય બનાવી રાખવું તમામ સભ્યોની જવાબદારી છે.'

આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'જેણે પણ આ કૃત્ય કર્યું છેતેની ઓળખ થઈ ગઈ છે. જો આ સ્વયં આગળ આવીને પોતાની ભૂલ સ્વીકારે છે તો ઠીક છે નહીંતર મારે તેને બોલાવવું પડશે. આ સિવાય હું તમામ સભ્યોને અપીલ કરું છું કેજો કોઈ ધારાસભ્ય આ પોતાના સાથીને આ પ્રકારનું કૃત્ય કરતા જુએ છે તો તેને તુરંત આવું કરતા રોકેઆ ગૃહ આપણા બધાની મર્યાદા અને ઉત્તર પ્રદેશની જનતાની આસ્થાનું કેન્દ્ર છે. તેને સ્વચ્છ અને સન્માનજનક બનાવી રાખવું આપણી જવાબદારી છે.'

Advertisment
Latest Stories