સુરત : દિલ્હીથી 5 ટ્રકમાં ભરાઈને આવેલા પ્રતિબંધીત ગુટકાના ગોડાઉન પર PCBના દરોડા
સુરત PCB પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતમાં પ્રતિબંધીત ડુપ્લિકેટ ગુટકા અને પાન-મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત તરફ આવનાર છે, અને આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે.