16 જાન્યુઆરીના રોજ, મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર કમનસીબે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાઈ ગયો હતો. ફ્લાઇટ દરમિયાન દરવાજાના લોકમાં ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. સ્પાઈસજેટે કહ્યું કે પ્રવાસ દરમિયાન અમારા ક્રૂએ પેસેન્જરને મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બેંગલુરુ પહોંચ્યા પછી, એક એન્જિનિયરે શૌચાલયનો દરવાજો ખોલ્યો અને પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી. સ્પાઈસજેટે એમ પણ કહ્યું છે કે મુંબઈથી બેંગલુરુની ફ્લાઈટમાં લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાયેલા પેસેન્જરને સંપૂર્ણ રિફંડ આપવામાં આવી રહ્યું છે.