સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુવાલી બીચ ફેસ્ટીવલનો ભવ્ય પ્રારંભ કરાયો...

સુરત શહેરના સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટીવલ-2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. બીચ ફેસ્ટીવલ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, 

New Update

સુવાલી બીચ ખાતે બીચ ફેસ્ટીવલ-2024નો પ્રારંભ કરાયો

Advertisment

3 દિવસીય બીચ ફેસ્ટીવલ અનેકવિધ આયોજનો કરાયા

ગૃહ રાજ્યમંત્રીસાંસદમંત્રી સહિત ધારાસભ્યોની ઉપસ્થિતી

સુડા તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલોપ કરાશે

મોટી સંખ્યામાં સુરતવાસીઓ ફેસ્ટીવલના પ્રારંભે જોડાયા

સુરત શહેરના સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટીવલ-2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. બીચ ફેસ્ટીવલ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીસાંસદ મુકેશ દલાલપર્યાવરણ મંત્રી મુકેશ પટેલમેયર દક્ષેશ માવાણીમંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બીચ ફેસ્ટીવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ બીચ ફેસ્ટીવલના પ્રથમ દિવસે કિંજલ દવેના લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરાયું હતું.

બીચ ફેસ્ટિવલમાં ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે
સુરતના લોકોને વર્ષોથી દરિયા કિનારે જવું હોય તો ડુમસ સિવાય અન્ય સ્થળે દરિયા કિનારે પહોંચવામાં અગવડતા પડતી હતીત્યારે હવે સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટીવલ-2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલું જ નહીંસુવાલીનો દરિયા કિનારો અદભૂત છે. સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુવાલી દરિયા કિનારે અનેક સુવિધા ઉભી કરવામાં આવી છેજ્યાં સ્કૂલના સમયે મિત્રો અને સંબંધીઓ જોડે સુવાલી આવવું હોય તો સિંગલ પટ્ટી રોડ હતોઅત્યારે અહી એટલા સારા રસ્તા છે કેબ્રેક લગાવ્યા વગર અહીં પહોંચી જવાય છે. સુડા તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલોપ કરશેતેમજ સર્કિટ હાઉસથી લઈને તમામ સુવિધા ઉભી કરવામાં આવશે તેવું પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યુ હતું.

Advertisment