જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં આતંકી હુમલો થયો છે.આતંકીઓ દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
શ્રીનગરનો લાલ ચોક વિસ્તાર ખૂબ જ ભીડવાળો વિસ્તાર છે. આ બ્લાસ્ટ કયા પ્રકારનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીરના IGએ કહ્યું છે કે આ એક રહસ્યમય વિસ્ફોટ હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.
લશ્કર-એ-તૈયબાના ટોચના પાકિસ્તાની કમાન્ડર માર્યા ગયાના એક દિવસ બાદ આ ઘટના બની છે. શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષા દળોએ તેને ઠાર માર્યો હતો. વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.