કોરોનાની જેમ વધી રહ્યું છે H3N2 ઇન્ફલ્યુએન્ઝાનું પ્રમાણ, વાંચો તબીબોએ આપી શું સલાહ

એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ફેલાઈ રહેલા H3N2 ઇન્ફલ્યુએન્ઝાથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

New Update

કોરોના હજુ ગયો પણ નથી ત્યાં જ બીજા એક વાઇરસે લોકોને પરેશાન કરી દીધા છે. ત્યારે એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ફેલાઈ રહેલા H3N2 ઇન્ફલ્યુએન્ઝાથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે એ કોરોનાની જેમ જ ફેલાય છે. એનાથી બચવા માટે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલેથી જ કોઈ બીમારીથી પરેશાન લોકોને એનાથી વધુ મુશ્કેલીઓ થઈ શકે છે. આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હેલ્થ એક્સપર્ટ્સની સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસો બાબતે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. એમાં એક્સપર્ટ્સે કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લૂના કેસ વધી રહ્યા છે. આ ફ્લૂ નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે. એક્સપર્ટ્સે એનાથી બચવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બે અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે. આ ફલૂનાં સામાન્ય લક્ષણો ગણાય છે.

#sick #India #Advice #New Virus #H3N2 influenza #doctors #BeyondJustNews #Connect Gujarat #increasing
Here are a few more articles:
Read the Next Article