દેશની રાજધાનીનું પ્રદૂષણનું સ્તર ગંભીર, હવા વધુ ઝેરી બનશે

દેશની રાજધાની દિલ્હી-NCRનું AQI સ્તર સામાન્ય કરતાં લગભગ દસ ગણું ખરાબ થઈ ગયું છે. આકાશમાં ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર અચાનક ચિંતાજનક બની ગયું છે.

New Update
દેશની રાજધાનીનું પ્રદૂષણનું સ્તર ગંભીર, હવા વધુ ઝેરી બનશે

દેશની રાજધાની દિલ્હી-NCRનું AQI સ્તર સામાન્ય કરતાં લગભગ દસ ગણું ખરાબ થઈ ગયું છે. આકાશમાં ફટાકડા ફોડવા ને કારણે પ્રદૂષણનું સ્તર અચાનક ચિંતાજનક બની ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની અસર એ થશે કે આગામી દિવસોમાં રાજધાનીની હવા વધુ ઝેરી બની જશે.દિવાળી એટલે કે ગઈકાલે રાત્રે દિલ્હીમાં ફટાકડાનો અવાજ ઓછો હતો પરંતુ પ્રદૂષણ ની તીવ્રતા વધુ રહી હતી. દિવાળીની સાંજે આનંદ વિહારનું AQI-398 'ખૂબ જ નબળું' હતું. જ્યારે દિવાળીના 1 દિવસ પહેલા આનંદ વિહારનું AQI-375 'ખૂબ જ નબળું' હતું.

મંગળવારે સવારે સરકારી વેબસાઈટ પર દેખાતા 40થી વધુ મોનિટરિંગ સ્ટેશનો પર એક નજર દર્શાવે છે કે, નેશનલ નેશનલ એર કોલેટી ઈન્ડેક્ષ તેમાંથી મોટાભાગના AQI ખૂબ જ ખરાબ (301-400) વચ્ચે છે. જેના કારણે શ્વાસ ની તકલીફ વધી શકે છે. આનો અર્થ એ પણ છે કે, જે તંદુરસ્ત લોકો અને જે પહેલેથી જ બીમાર છે તેમના સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે દિવાળીની રાત્રે પ્રદૂષણનું સ્તર વધી ગયું અને અત્યંત ખરાબ વર્ગ સુધી પહોંચી ગયું. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. આના કરતાં વધુ ખતરનાક નોઈડાના હતું - જ્યારે હવામાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણી સુધી પહોંચી ગયું હતું. ગઈકાલે રાત્રે નોઈડા ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયું હતું.શહેરની ઊંચી ઇમારતો ધુમ્મસની ચાદર માં લપેટાયેલી જોવા મળી હતી. નોઈડાના AQI-342 દિવાળીની સાંજે 'ખૂબ જ નબળું' હતું. જ્યારે દિવાળીના આગલા દિવસે નોઈડાની AQI - 309 'ખૂબ જ નબળી' હતી. આ સાથે એવો દાવો કરવામાં આવે છે કે, આજે નોઈડામાં AQI 400ને પાર કરી શકે છે. એટલે કે વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચી જશે