સ્કૂલ ટ્રિપ પર ગયેલ પ્રિન્સિપાલએ વિદ્યાર્થી સાથે કરાવ્યો રોમેન્ટિક ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ..!

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે.

New Update
સ્કૂલ ટ્રિપ પર ગયેલ પ્રિન્સિપાલએ વિદ્યાર્થી સાથે કરાવ્યો રોમેન્ટિક ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ..!

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અયોગ્ય વર્તન બદલ એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Advertisment

ચિક્કાબલ્લાપુર જિલ્લાના ચિંતામણિ તાલુકામાં મુરુગમલ્લાની સરકારી હાઈસ્કૂલની 42 વર્ષીય મુખ્ય શિક્ષિકા તાજેતરમાં જ શાળાની પિકનિક દરમિયાન એક વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી શાળાના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થી સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવતા મુખ્ય શિક્ષકની તસવીર વાયરલ થઈ છે.

તસવીરોમાં વિદ્યાર્થી અને પ્રિન્સિપાલ વાંધાજનક રીતે પોઝ આપતા જોવા મળે છે. ક્યારેક વિદ્યાર્થી તેના પ્રિન્સિપાલની સાડી ખેંચી રહ્યો છે, તો ક્યારેક તે તેને પોતાના ખોળામાં લઈ રહ્યો છે. આટલું જ નહીં, વિદ્યાર્થીએ તેના પ્રિન્સિપાલને ગાલ પર કિસ કર્યું અને આ પછી પ્રિન્સિપાલે પણ તેના વિદ્યાર્થીને ગાલ પર કિસ કરે છે. પ્રિન્સિપાલ પણ વિદ્યાર્થિ સાથે રોમેન્ટિક વર્તન કરતા જોવા મળે છે.

શિક્ષણ અધિકારી ઉમાદેવીએ જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ 22 થી 25 ડિસેમ્બર દરમિયાન હોરાનાડુ, ધર્મસ્થલા, યાના અને અન્ય સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ પર ગયા હતા. BEO ની ભલામણ મુજબ, શાળા શિક્ષણ વિભાગના જિલ્લા નાયબ નિયામક પી. બૈલંજનપ્પાએ વિભાગીય તપાસ બાકી રહેતા આચાર્યને સેવામાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે.

Advertisment