દિલ્હી: લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવાનો રેકોર્ડ પૂર્વ PM નેહરુના નામે

ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી સાથે રાષ્ટ્રપ્રેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે

New Update
pm

ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી સાથે રાષ્ટ્રપ્રેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના નામે દિલ્હીના લાલ કિલ્લા પર સૌથી વધુ વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ છે.  

લાલ કિલ્લા પર ધ્‍વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નેહરુના નામે

લાલ કિલ્લા પર ધ્‍વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નેહરુના નામે છે.તેમણે 17 વખત ધ્વજ ફરકાવ્યો હતો.આ પછી સ્‍વર્ગસ્‍થ ઈન્‍દિરા ગાંધીએ લાલ કિલ્લા પર 16 વખત ધ્‍વજ ફરકાવ્‍યો હતો. નેહરુએ 1947 થી 1963 સુધી સતત ધ્‍વજ ફરકાવ્‍યો હતો. ઈન્‍દિરા ગાંધીએ 1966 થી 1976 અને 1980 થી 1984 સુધી લાલ કિલ્લા પર 16 વખત ધ્‍વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.સ્‍વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવશે.જ્યારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે પણ 10 વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. 

  

Latest Stories