દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાનો સિલસિલો યથાવત,વધુ એક માલગાડી પાટા પરથી ઉતરી

દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા પરથી ખડી પડી હતી.

a
New Update

દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા પરથી ખડી પડી હતી. જલપાઈગુડીના ન્યુ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો.

મિડીયા અહેવાલ મુજબ સવારે 6:26 કલાકે અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર ખાલી માલગાડીના વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો હતો. ઘટના બાદ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

અલીપુરદ્વાર ડિવિઝનના અધિકારીએ જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે અમે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. 

#CGNews #India #Train #goods train #derailed
Here are a few more articles:
Read the Next Article