Connect Gujarat
દેશ

વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યોની ખેર નહીં, સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણયને બદલ્યો

સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં નોટ લઈને વોટ આપવા અથવા લાંચ લઈને ભાષણ આપવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટ્યો છે.

વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યોની ખેર નહીં, સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણયને બદલ્યો
X

સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં નોટ લઈને વોટ આપવા અથવા લાંચ લઈને ભાષણ આપવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટ્યો છે. ખંડપીઠે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ સાંસદો અને ધારાસભ્યોને કેસથી છૂટ આપી શકાય નહીં.CJIએ કહ્યું કે અમે પીવી નરસિમ્હાના નિર્ણય સાથે સહમત નથી જેમાં સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા વોટ માટે નોટ લેવા માટે કાર્યવાહીમાંથી છૂટ આપવામાં આવી હતી. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા કેસોમાં જનપ્રતિનિધિઓ સામે કેસ ચલાવી શકાતો નથી.CJIએ કહ્યું- જો કોઈ લાંચ લે છે તો કેસ થાય છે. તેણે વોટ આપ્યો કે પછી ભાષણ આપ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે સાંસદ લાંચ લે છે ત્યારે જ આરોપ લાગે છે. અમારું માનવું છે કે લાંચ લેવાની બાબતને સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત કરી શકાય નહીં.

Next Story