દેશભક્તિના રાષ્ટ્રીય પર્વ 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે,વર્ષમાં બે વખત ભારતની આન બાન શાનના પ્રતીક રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે.પરંતુ ધ્વજના ધ્વજારોહણ અને ફરકાવવામાં પણ મોટું અંતર છે.
આપણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી તો કરીએ છે પરંતુ ઘણા લોકોને એમાં રહેલી મહત્વની બાબતોનું જ્ઞાન હોતું નથી,એવું જ કંઈક તારીખ 15 મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજ ફરકાવવાની બાબતમાં પણ ફરક છે. 15 ઓગષ્ટના રોજ ધ્વજારોહણ કરવામાં આવે છે અને 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવવામાં આવે છે.
ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવા વચ્ચે એક મોટુ અંતર છે.જ્યારે તિરંગાને નીચેથી દોરી બાંધી તેને ખેંચીને ફરકાવવામાં આવે છે, તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. 26 જાન્યુઆરીએ તિરંગો ઉપર જ બાંધેલો હોય છે,જેને પૂરો ખોલીને ફરકાવવામાં આવે છે તેને ઝંડો ફરકાવ્યો કહેવામાં આવે છે.