રાહુલ ગાંધીની નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત બાદ વિવાદ છેડાયો

રાહુલ ગાંધીની લોકો પાયલોટ સાથેની મુલાકાત બાદ વિવાદ છેડાયો , રેલ્વેએ કહ્યું હતું કે રાહુલ જે ક્રૂ મેમ્બર્સને મળ્યા તે તેમની લોબીના ન હતા. મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારનું નિવેદન

વિવાદ
New Update

રાહુલ ગાંધીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને લોકો પાયલોટને મળ્યા અને તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું. હવે રાહુલની આ મુલાકાતને લઈને નવો વિવાદ છેડાઈ ગયો છે.

 રાહુલ ગાંધીની લોકો પાયલોટ સાથેની મુલાકાત બાદ રેલ્વેએ કહ્યું હતું કે રાહુલ જે ક્રૂ મેમ્બર્સને મળ્યા તે તેમની લોબીના ન હતા.

શુક્રવારે હાથરસ નાસભાગના પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ લોકો પાયલટોને મળવા નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

કોંગ્રેસે 'X' પરની એક પોસ્ટમાં કહ્યું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધી રેલવેના કરોડરજ્જુ એવા લોકો પાયલટને મળ્યા છે. તેમના જીવનને સરળ અને સુરક્ષિત બનાવવું એ રેલ્વે સુરક્ષા તરફ એક મજબૂત પગલું હશે.

રાહુલ ગાંધીની લોકો પાયલટ સાથે મુલાકાત બાદ હવે ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાએ રેલ્વે સ્ટેશન પર જે ક્રૂ મેમ્બર્સ સાથે ચર્ચા કરી તે તેમની લોબીના નથી, પરંતુ બહારના હોઈ શકે છે.

#મુલાકાત #વિવાદ #નવી દિલ્હી #રેલ્વે સ્ટેશન
Here are a few more articles:
Read the Next Article