તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Featured | સમાચાર , તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પરિણામે બંને રાજ્યોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.

તેલંગણા
New Update

તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પરિણામે બંને રાજ્યોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ અને રેલ માર્ગો બ્લોક થઈ ગયા હતા. રેલવેએ 99 ટ્રેનો રદ કરવી પડી જ્યારે 54 ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ સ્થિતિ જાણવા માટે બંને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને કહ્યું કે કેન્દ્ર સહાય પૂરી પાડવામાં કોઈ કસર છોડશે નહીં. દરમિયાન, NDRFની 26 ટીમો બંને રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે જ્યારે 14 વધુ ટીમો મોકલવામાં આવશે.

#Andhra Pradesh #waterlogging #Telangana #Torrential rains
Here are a few more articles:
Read the Next Article