/connect-gujarat/media/post_banners/70ce949993f4419d411ed8ef33e7e9b8dcffe16d2bf09f92c9aeda63f48865cb.webp)
ગ્રેટર નોઈડામાં દુખદ અકસ્માત સર્જાયો છે. રોડવેઝની બસે રોડ ક્રોસ કરી રહેલી કંપનીના કર્મચારીઓને કચડી નાખ્યા હતા. આ કરૂણ અકસ્માતમાં ચાર કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે ત્રણને ઈજા થઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બાદલપુર કોતવાલી વિસ્તારમાં જીટી રોડ પર સ્થિત હીરો મોટર્સ કંપનીની સામે રોડવેઝ ડેપોની બસે રોડ ક્રોસ કરી રહેલા કર્મચારીઓને ટક્કર મારી હતી. જેમાં ચાર કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે ત્રણ કર્મચારીઓને ઈજા થઈ હતી. ઘાયલોને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પહોંચીને મૃતદેહોનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.