કેન્દ્રીય રેલવે પ્રધાનની જાહેરાત,દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી દોડશે, સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરૂઆત

બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજથી શરૂ થશે સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ, વાપીથી સુરતનો રૂટ ખુલશે...

New Update
bullet train

વર્ષ 2026ના પ્રથમ દિવસે બુલેટ ટ્રેન અંગે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી. દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027નાં રોજ સુરતથી બીલીમોરા રૂટ પર દોડાવવામાં આવશે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ જણાવે કહ્યુંબુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યારબાદવાપીથી સુરતનો રૂટ ખુલશે. આ પછી વાપીથી અમદાવાદનો રૂટ શરૂ થશેત્યારબાદ થાણેથી અમદાવાદ અને છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થશે.

ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશેજેના માટેના કોરિડોરનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છેબુલેટ ટ્રેન કોરિડોરના સ્ટેશનોની આસપાસના વિસ્તારના વિકાસ માટે એક અલગ ઓથોરિટીની રચના કરવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર હેઠળ ગુજરાતમાં સાબરમતીઅમદાવાદનડિયાદવડોદરાભરૂચસુરતબીલીમોરા અને વાપી એમ આઠ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનોની આસપાસના વિસ્તારના વિકાસ માટે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે ગુજરાત હાઈ સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટીની રચના કરી હતી.

Latest Stories