વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટમાં બેસી રામધૂન કરી હતી. શિકાગોથી માતાના અંતિમસંસ્કાર માટે નીકળેલા મુસાફર સમયસર પહોંચી ન શકતા રડી પડ્યા હતા. વિઝીબિલીટીનું કારણ આપનાર એરપોર્ટ ઓથોરિટીના જવાબ સામે મુસાફરોએ જણાવ્યું કે, જો ઇન્ડિગોનું પ્લેન લેન્ડ થઈ શકતું હોય તો એર ઇન્ડિયાનું પ્લેન કેમ લેન્ડ ન થઈ શકે? મુસાફરોએ ઓથોરિટીએ સંતોષકારક જવાબ આપવાના બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ ઉપરથી ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન A/823 સમયસર ઉડાન ન ભરતા રોષે ભરાયેલા વડોદરાના 120 મુસાફરોએ ઇન્ડિયન એરલાઇન્સ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મુસાફરોએ એરપોર્ટમાં જ બેસી જઈ રામધૂન કરી ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. મુસાફરોએ હોબાળો મચાવતા ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોને વિઝિબિલિટી તેમજ પાઇલોટ ન હોવા જેવા વાહિયાત કારણો આપી સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.