/connect-gujarat/media/media_files/2025/04/09/6nHeR367QOxk2Yyk81C1.png)
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વધી ગયો હતો કે, બંને પક્ષના નેતાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા.
નેશનલ કોન્ફરન્સે પણ વકફ કાયદા મુદ્દે ચર્ચાની માંગ કરી છે. ભાજપે તેનો વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. જેના લીધે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિધાનસભાની બહાર પ્રવેશ દ્વાર પર જ ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેઓએ ધક્કામુક્કી અને મારામારી કરી હતી. ભાજપના નેતાઓએ NC પર આરોપ મૂક્યો હતો કે, તેમણે વિધાનસભાની અંદર વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી. જ્યારે NCએ ભાજપ આરોપ લગાવ્યો હતો કે, તેઓએ હોબાળો કરતા અમારા પર હુમલો કર્યો.
વકફ બિલ સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર લાગતા કાયદો બન્યો છે. જે સત્તાવાર ધોરણે લાગુ પણ થયો છે. પરંતુ તેના વિરોધમાં રાજકારણની લડાઈ થંભી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી વકફ કાયદા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગઈ છે.