New Update
/connect-gujarat/media/media_files/2025/03/10/nDSA2fqzpn8Az765m072.jpg)
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન પછી આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ બેઠક દરમિયાન રાજ્યને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ યુપીમાં કેબિનેટનું વિસ્તરણની શક્યતા છે અને રાજ્યમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણીઓ અને નિમણૂંકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદી અને સીએમ યોગીની બેઠકમાં કુંભના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદી અને સીએમ યોગીની બેઠકમાં કુંભના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલા સીએમ યોગી આદિત્યનાથે 8 માર્ચ શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. સુત્રો મુજબ યુપીમાં સંભવિત મંત્રીમંડળ બાબતે સીએમ યોગી કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સંગઠનમાં ફેરબરલ અંગે યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે વાતચીત થઈ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી કેબિનેટ વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે.
Latest Stories