ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.શનિવારે સાંજે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન કોલ આવતા ખળભળાટ મચી ગયો છે.ફોન કરનાર શખ્સે જણાવ્યું કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમના હાલ બાબા સિદ્દીકી જેવા થશે.મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ઘણા નેતાઓ અને સેલિબ્રિટીને સતત ધમકીઓ મળી રહી છે.