Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ: લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં રાકેશ ટીકૈતે કરાવ્યુ સમાધાન !

ઉત્તરપ્રદેશ: લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં રાકેશ ટીકૈતે કરાવ્યુ સમાધાન !
X

લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. મૃતક ખેડૂતોનો પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો પરંતુ રાકેશ ટીકૈતે પોલીસ તંત્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન કરાવીને આ આખી આગ ઠારી નાખી હતી જોકે તેના માટે યોગી સરકારે એક ચાલ ચલી હતી. લખીમપુરમાં ખેડૂતો પરના અત્યાચારના સમાચાર વહેતા થયા બાદ પ્રિયંકા, અખિલેશ, જયંત ચોધરી સહિતના બીજા કેટલાક રાષ્ટ્રીય નેતાઓ લખીમપુર તરફ નીકળી પડ્યાં હતા પરંતુ યોગી સરકારે તાબડતોબ કાર્યવાહી કરીને પ્રિયંકાને સીતાપુરમાં, ચંદ્રશેખર આઝાદને સીતાપુર ટોલ પ્લાઝા પર અને શિવપાલ, અખિલેશ અને જયંત ચોધરીને લખીમપુર પહોંચતા પહેલા અટકાયતામાં લઈ લેવાયા. લખીમપુર જવાની જાહેરાત કરનાર લગભગ તમામ નેતાઓને અટકાયતમાં લઈ લેવાયા. યોગી સરકારે ફક્ત ખેડૂત નેતા રાકેશ ટીકૈતને લખીમપુર જવાની પરમિશન આપી અને રાકેશ ટીકૈતનું લખીમપુરમાં જવું યોગી સરકાર માટે મોટી રાહત બની.

Next Story