/connect-gujarat/media/post_banners/c5674e4d7cb12e3bb23d7b231757634819d6ad0b2b6bc9b8381ffc6c797a62c2.jpg)
દેવભુમિ ઉત્તરાખંડમાં પ્રચાર માટે ગયેલાં ભરૂચના ધારાસભ્ય તથા તેમની ટીમને પ્રચારમાં બરફનું વિધ્ન નડી રહયું છે...
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. તારીખ 10મી ફેબ્રુઆરીથી મતદાનનો પ્રથમ તબકકો શરૂ થવા જઇ રહયો છે. પાંચેય રાજયોમાં વિજય મેળવવા માટે ભાજપે કમર કસી છે ત્યારે ગુજરાતમાંથી ધારાસભ્યો તથા સાંસદોને ઉત્તરાખંડમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યાં છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા તેમની ટીમ અલમૌરા તથા આસપાસના વિસ્તારની જવાબદારી સંભાળી રહી છે. અલમૌરાથી જાગેશ્વર ધામ સુધી જતો રસ્તો બરફમાં ગરકાવ થઇ ગયો છે. ભારે હિમવર્ષના કારણે પ્રચારમાં વિધ્ન આવી રહયું છે. ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્થળ પરના વિડીયો સોશિયલ મિડીયામાં શેર કર્યા છે.