જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે યોજાશે.
પ્રથમ તબક્કાના મતદાનમાં જમ્મુ-કાશ્મીરની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ 24 બેઠકો પૈકી 16 બેઠકો કાશ્મીર અને આઠ બેઠકો જમ્મુની છે.24 બેઠકો માટે 219 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી,જાણવા મળ્યા મુજબ સાંજે 6 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા અંદાજીત 60 ટકા મતદાન નોંધાયું હતું.મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સુરક્ષા દળોના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.જેમાં 7 જિલ્લાની 24 વિધાનસભાની બેઠકોમાં સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 77.23 ટકા કરતા વધુ નોંધાયું હતું,જ્યારે પુલવામાં સૌથી ઓછું 43.87 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.