મહારાષ્ટ્રની તમામ વિધાનસભા બેઠકો અને ઝારખંડની બીજા તબક્કાની બેઠકો માટે તારીખ 20મી નવેમ્બરે મતદાન યોજાશે.બંને રાજ્યોની તમામ સીટો માટે ૨૩ નવેમ્બરે મતગણતરી થશે.
મહારાષ્ટ્રમાં મુખ્ય લડાઈ સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી વચ્ચે છે. બંને ગઠબંધન વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળી રહી છે. વિદર્ભ અને મરાઠવાડામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ ચૂંટણીનો માર્ગ નક્કી કરશે.
ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી હતી.બીજા તબક્કામાં જામુંડી, મહાગામા, પોદૈયાહાટ સહિત 17 સીટો પર ભાજપ અને જેએમએમ વચ્ચે સીધો મુકાબલો થશે.
આ તબક્કામાં વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન, સ્પીકર રવિન્દ્રનાથ મહતો, પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુદેશ મહતો, વર્તમાન મંત્રી ઈરફાન અંસારી, હફીઝુલ હસન, દીપિકા પાંડે સિંહ, બેબી દેવીની પ્રતિષ્ઠા દાવ પર છે.