/connect-gujarat/media/media_files/TnfsWS316PQwKal2y37B.png)
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, આ સરકાર લાંબો સમય નહીં ટકે અને ટૂંક સમયમાં પડી જશે.
કોલકાતાના ધર્મ તલ્લામાં આયોજિત રેલીને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે જે લોકો સત્તામાં આવ્યા છે તેઓ થોડા દિવસના જ મહેમાન છે. આ સરકાર વધુ દિવસ નહીં ચાલે. મોદી સરકાર બસ થોડા દિવસ ની મહેમાન છે. તેમણે દાવા સાથે કહ્યું કે, કેન્દ્રની સરકાર થોડા જ દિવસોમાં પડી ભાંગશે.
વધુમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની પ્રશંસા કરતા અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ જીવને જોખમમાં મૂકીને લડે છે. કેન્દ્રમાં સત્તા પર વિભાજનકારી શક્તિઓ બેઠી છે.જેઓ દેશના ભાગલા પાડીને રાજ કરવા માંગે છે,પરંતુ તેઓ સફળ નહીં થશે. નજીકના ભવિષ્યમાં તેમને પરાજિત કરવામાં આવશે.