Connect Gujarat
દેશ

તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં હાઈ-વે પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ શું બનાવી રહ્યા છે? જાણો વિગતવાર...

તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં હાઈ-વે પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ શું બનાવી રહ્યા છે? જાણો વિગતવાર...
X

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ વતી પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રાજ્યના જગતિયાલ જિલ્લામા શુક્રવારે હાઈવે પાસેનાં એક ઢાબામાં ઢોંસા બનાવ્યા તે સમયે તેઓની સાથે રહેલા કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો અને ઢાબામાં રહેતા તથા આજુબાજુ રહેલા કેટલાએ લોકો રાહુલ ગાંધીની આ કાર્યવાહી જોવા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સહજ છે કે તે ઢાબાનો માલિક અને તેના છોકરાઓ (નોકરો) પણ ત્યાં હાજર હોય જ. આ પછી રાહુલ ગાંધીએ તેઓની ત્રિદિવસીય મુલાકાત સંપન્ન થતાં દિલ્હી જવા પણ રવાના થયા હતા, પરંતુ તે પૂર્વે તેઓએ અરમૂર જિલ્લામાં એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું. તેઓની આ કાર્યવાહી અંગે એક સ્થાનિક કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, પહેલાં સાયકલ રીપેર કરી પછી બાઈક રેલી કરી, પછી રાહુલજી ચંદીગઢ બાઈક પર ગયા. દિલ્હીમાં રેલવે પોર્ટર પણ બન્યા, અને હવે હાઈ-વે પરના ઢાબામાં ઢોંસા પણ બનાવ્યા. આ રીતે ભારત-જોડો યાત્રા પછી રાહુલજીએ કોંગ્રેસમાં નવી ચેતના જગાવી છે. તેલંગાણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અંગે રણભેરી વગાડતા હોય તે રીતે રાહુલે તેઓનાં કહેલાં વિવિધ પ્રવચનો છે. રાજ્યમાં કોંગ્રેસ તરફીમોજું હવે 'સુનામી' બની રહ્યું છે. તેમ પણ કોંગ્રેસના એક સાંસદે પત્રકારોને જણાવ્યું હતું.

Next Story