/connect-gujarat/media/media_files/2025/02/16/HwDQSxwyfnJPsTynEofB.jpg)
સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ 19 કે 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાઈ શકે છે. આ પહેલા, આવતીકાલે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના 48 ધારાસભ્યોમાંથી 15 ના નામ પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આમાંથી મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે.
પીએમ મોદી અને અમિત શાહ રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ સરપ્રાઇઝ આપી શકે છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે નવા મુખ્યમંત્રીની પસંદગી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી થવી જોઈએ.