મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની તોફાની બેટિંગ,પુણેમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ

મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે.

New Update
aaa

મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણપૂણેસતારાથાણેમુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યના સત્તાધીશોને વરસાદના કારણે એલર્ટમાં રહેવા તેમજ સમયસર બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્યના લોકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા એલર્ટને ધ્યાનમાં લેવા અપીલ કરી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતી રાખવા કહ્યું છે.

પૂણેમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વિવિધ વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  હવામાન વિભાગે પુણેમાં 26 અને 27 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી.

એનડીઆરએફની ટીમે પુણેના બારામતી જિલ્લામાંથી આઠ લોકોને બચાવ્યા હતા. સોલાપુર જિલ્લામાં પણ નદીમાં ડૂબતા છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરાઈ હતી. તેમજ ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.