Connect Gujarat
દેશ

દિલ્હી એરપોર્ટ પરથી 27 કરોડની કાંડા ઘડિયાળ અને 28 કરોડનું બ્રેસલેટ જપ્ત, એકની ધરપકડ

કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પર સાત લક્ઝરી કાંડા ઘડિયાળોની દાણચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

દિલ્હી એરપોર્ટ પરથી 27 કરોડની કાંડા ઘડિયાળ અને 28 કરોડનું બ્રેસલેટ જપ્ત, એકની ધરપકડ
X

કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પર સાત લક્ઝરી કાંડા ઘડિયાળોની દાણચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે તેની પાસેથી મળી આવેલી ઘડિયાળમાંથી એક હીરા જડેલી સોનાની છે અને તેની કિંમત 27.09 કરોડ રૂપિયા છે.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના કસ્ટમ્સ કમિશનર ઝુબેર રિયાઝ કામલીએ જણાવ્યું હતું કે કિંમતની દ્રષ્ટિએ, આ કોમર્શિયલ અથવા લક્ઝરી સામાનની સૌથી મોટી જપ્તી છે. તે સોનાની જપ્તી સમાન છે." એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી મુસાફર મંગળવારે દુબઈથી અહીં પહોંચ્યો હતો, તેને કસ્ટમ વિભાગના અધિકારીઓએ અટકાવ્યો હતો. આરોપી ભારતીય નાગરિક છે. નિવેદનમાં જણાવાયું છે કે વિગતવાર તપાસ અને તેના સામાનની વ્યક્તિગત શોધ દરમિયાન સાત કાંડા ઘડિયાળો મળી આવી હતી.

આ ઘડિયાળો- જેકબ એન્ડ કંપની , પિગેટ લાઈમલાઈટ સ્ટેલા, રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ કંપનીની છે. જેકબ એન્ડ કંપનીની એક ઘડિયાળની કિંમત 27.09 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Next Story