ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના વર્ષ 2021ની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની જોરદાર ઈનિંગ્સના કારણે આ વખતે તેને ‘રચેલ હેહો ફ્લિન્ટ’ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ટ્રોફી વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરને આપવામાં આવે છે.
સ્મૃતિ મંધાનાએ ગયા વર્ષે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં, સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં સંઘર્ષ કરી રહેલી ટીમ ઈન્ડિયા માટે ઘણા રન બનાવ્યા હતા. ભારતને દક્ષિણ આફ્રિકા સામેની 8 મેચમાં માત્ર 2 જીત મળી છે. આ બંને જીતમાં મંધાનાની ખાસ ભૂમિકા હતી. દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં તેણે 80 રનની અણનમ ઇનિંગ રમીને ભારતીય ટીમને 158 રનનો ટાર્ગેટ અચિવ કરાવી આપ્યો હતો. તો દક્ષિણ આફ્રિકાની ટીમ સામે છેલ્લી T20 માં, તેણે 48 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હટી.
મંધાનાએ વર્ષ 2021માં 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે 38.86ની એવરેજથી 855 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી હતી.
