• સ્પોર્ટ્સ
વધુ

  IPL 2021: વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગની 14મી સીઝનનો આજથી પ્રારંભ

  Must Read

  ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

  હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા,...

  સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

  સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની...

  તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

  સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે....

  કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ આઈપીએલની 14મી સીઝન આજથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે, જેણે એક વખત પણ ખિતાબ જીત્યો નથી. મુંબઈની કમાન રોહિત શર્માના હાથમાં છે જ્યારે બેંગ્લોરની કમાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના હાથમાં છે.

  જો કે, કોરોના વાયરસને કારણે, 14મી સીઝન વિશે ઘણા પ્રશ્નો પણ છે. પરંતુ આ બીજી સીઝન હશે, જે કોવિડ-19 મહામારીની વચ્ચે યોજાનાર છે. બીસીસીઆઈને આશા છે કે તે ગયા વર્ષ જેવી આ વખતે પણ વગર સમસ્યાએ આઈપીએલનું આયોજન કરવામાં સફળ થશે.

  કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ પ્રેક્ષકોને મેદાનમાં જવાની મંજૂરી આપી નથી. આ સાથે, બાયો બબલ સાથે ખેલાડીઓ અને સ્ટાફ માટે બોર્ડે ખૂબ કડક કોવિડ પ્રોટોકોલ સેટ કર્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 50 દિવસ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં લગભગ 10 હજાર કોરોના વાયરસ પરીક્ષણો થઈ શકે છે.

  આ વર્ષે, બીસીસીઆઈએ છ શહેરો મુંબઇ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી અને બેંગ્લોરમાં આઈપીએલનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. ગયા સીઝનની જેમ આ વખતે પણ કોઈ ટીમને હોમ ગ્રાઉન્ડનો લાભ મળશે નહીં.

  લીગના પ્રથમ તબક્કાની 20 મેચ ચેન્નાઈ અને મુંબઇમાં થશે, જ્યારે આગળનો તબક્કો અમદાવાદ અને દિલ્હીમાં થશે. અહીં 16 મેચ થશે. આ પછી લીગની અંતિમ 20 મેચ બેંગ્લોર અને કોલકાતાની રહેશે. પ્લેઓફ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

  લીગની શરૂઆત પહેલા ત્રણ ખેલાડીઓ દેવદત્ત પેડડલ, નીતીશ રાણા અને ડેનિયલ સેમના કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાને કારણે ચાહકોની ચિંતામાં પણ વધારો થયો છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં બીસીસીઆઈએ આખી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં સફળ રહી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

  હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા,...

  સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

  સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 150 કરતા...

  તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

  સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે. અમે તમને વાવાઝોડાની પળેપળની ખબર...

  ગીર સોમનાથ : 170 કીમીની ઝડપે ફુંકાયા પવનો, જુઓ તારાજીના હચમચાવી દેતા દ્રશ્યો

  અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રની ધરા પર ટાઉતે વાવાઝોડાની આફતે ગીરસોમનાથ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. તાઉટે વાવાઝોડુ દીવના દરિયાકિનારે વણાકબારા પાસે ટકરાયું હતું....

  સૌરાષ્ટ્રને ધમરોળી નાંખતું વાવાઝોડુ તાઉટે, 175 કીમીથી વધુની ઝડપે ફુંકાયા પવન

  રાજ્યમાં ત્રાટકેલા તાઉટે વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ...

  More Articles Like This

  - Advertisement -