બેંગ્લોરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શન ચાલી રહી છે પરંતુ પહેલા જ દિવસે અહીં મોટી દુર્ઘટના થઈ ગઈ. ખેલાડીઓ માટે બોલી લગાવતા હરાજી કરનાર Hugh Edmeadesની તબિયત અચાનક બગડી અને તે સ્ટેજ પરથી પડી ગયો. જે બાદ Hugh Edmeadesને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીલંકાના વાનિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી. દરમિયાન બોલી લગાવતી વખતે તે અચાનક સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો.

જો કે Hugh Edmeadesની તબિયત બરાબર છે અને તે ટૂંક સમયમાં હરાજીમાં પાછા આવશે. આ ઘટનાને કારણે હરાજીમાં બ્રેક લાગી ગઈ હતી.