/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-83.jpg)
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જમ્મુ કશ્મીર માં 370ની કલમ દૂર કરવાના નિર્ણય તેમજ લેહ લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવના પ્રદેશની જાહેરાતને જામનગર વાસીઓએ હર્ષભેર વધાવી લીધી હતી. જામનગર ના માજી સૈનિકો દ્વારા ભારતમાતા કી જય ના નારા સાથે પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદી ને શુભેચ્છા પાઠવી હતી.
આઝાદીના 70 વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માંથી ધારા 370 અને 35 - એ નાબૂદ કરવાના નિર્ણય તેમજ રાજ્યનો દરજ્જો દૂર કરી કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાના નિર્ણયને જામનગરના હર્ષભેર વધાવી લેવામાં આવ્યો હતો. જામનગરના હાલાર જિલ્લા માજી સૈનિક દ્વારા જમ્મુ કશ્મીરમાં કલમ 370 અને 35-એ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તે વધાવી લેવામાં આવ્યો હતો. હાલર જિલ્લા માજી સૈનિક દ્વારા માજી સૈનિકો ભેગા મળીને 'ભારતમાતા કી જય' અને ' વંદે માતરમ'ના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવી હતી અને જમ્મુ કશ્મીર માંથી ધારા 370 અને 35-એ નાબૂદ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.