Connect Gujarat
ગુજરાત

જામકંડોરણાઃ હિરા ઉદ્યોગ મંદ પડતાં કારીગરો બેકારીના ખપ્પરમાં હોમાયા

જામકંડોરણાઃ હિરા ઉદ્યોગ મંદ પડતાં કારીગરો બેકારીના ખપ્પરમાં હોમાયા
X

સરકારની રત્નદીપ યોજના માત્ર કાગળ ઉપર, મંદીનો લાભ લઈ કારીગરોનું થઈ રહ્યું છે શોષણ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં હિરા ઉધોગમા મંદીનું મોજું ફરી વળતા અનેક કારીગરો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાતમાં લાખો લોકોને રોજગારી પુરો પાડતો હિરા ઉધોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે.

જામકંડોરણા તાલુકામાં હિરાનાં અનેક એકમો સાતમ આઠમની રજાઓ પછી જાણે ખૂબલ્યા જ નથી. અને કારખાને લાગેલા ખંભાતી તાળા જાણે ખુલ્યા જ નથી. કેટલાંક હિરાના કારખાના ચાલુ છે તેમાં પણ પુરતો કાચો માલ નહીં મળતાં કારીગરોને પુરતું મહેનતતાણુ પણ મળતું નથી. જેના કારણે આ વિકટ પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરવુ કારીગરો માટે દોંહ્યલું બની ગયું છે. આ હિરા ઉધોગમા મંદીના કારણે જામકંડોરણાની બજારોમાં પણ દિવાળીના ટાણે ખાસ્સી અસર વર્તાતી રહે છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66455,66456,66457"]

ડાયમંડ સીટી તરીકે દુનિયામાં ઓળખાતા સુરતમાં કરોડો રૂપિયાનો કારોબાર ધરાવતી મોટી હીરા પેઢીઓ એક પછી એક કાચી પડવાની ઘટના બની રહી છે. જેને પગલે જામકંડોરણા ઉદ્યોગકારો અને રત્નકલાકારો બંનેની સ્થિતિ કફોડી બની છે. એક તરફ મંદીનાં માહોલમાં ટકી રહેવા મથતી જામકંડોરણાની કેટલીક પેઢીઓએ કારીગરોની છટણી આરંભી દીધી છે. તો કેટલાક યુનિટ્સે પ્રોડક્શન પર કાપ મૂકીને કામકાજ ધીમું પાડી દીધું છે.

કેટલાક યુનિટો તો સાવ બંધ કરી દીધા છે. સરકાર દ્વારા રત્નદિપ યોજના ચાલુ કરી હતી પરંતુ આ યોજના ફક્ત કાગળ રહી જવાથી જામકંડોરણા તાલુકાના રત્નકલાકારોની હાલત કફોડી બની છે. આ અંગે હિરા કારીગરોનું કહેવું છે કે, જામકંડોરણા ખાતે હિરાના કારખાનાના કેટલાંદ લેભાગુ માલિકો આ મંદીનો લાભ લઈને રત્નકલાકારોનું ભારે શોષણ કરી રહ્યા હોય છે.

Next Story