જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી મૉડ્યૂલનું ભાંડાફોડ કરવામાં આવ્યું છે. પોલીસે 6 હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદી સંગઠન લશ્કરથી જોડાયેલા 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે માહિતી આપી કે પ્રાથમિક તપાસથી જાણ થઇ કે તમામ આતંકવાદી લોજિસ્ટિક, આશરો આપવા અને યુવાનોને હાઇબ્રિડ આતંકવાદીઓના રૂપમાં કાર્ય કરવા માટે પ્રેરિત કરવાનું કામ કરતા હતા.આતંકવાદીઓની ઓળખ રઉફ અહમદ લોન અમજિદ, આકિબ મકબૂલ ભાટ, જાવેદ અહમદ ડાર, અર્સીદ અહમદ મીર, રમીઝ રાજા, સજાદ અહમદ ડાર તરીકે થઇ છે.
શ્મીરના IGP વિજય કુમારે ગુરૂવારે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સેના માટે આતંકવાદી સંગઠનોના કાર્યકર્તાઓ ઓળખ કરવી એક મોટો પડકાર છે.જોકે આ સિવાય આ વર્ષે તેમાંથી અત્યાર સુધી 150ની ધરપકડ થઇ ચૂકી છે. આઈજીપીએ બડગામમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે, ઓવરગ્રાઉન્ડ વર્કર સ્થાયી રીતે એક જગ્યા પર નથી રહેતા. ઓજીડબલ્યૂ કેટલીક ગતિવિધિઓ કરે છે અને પછી સામાન્ય જીવન તરફ ફરી જાય છે. એટલા માટે અમે તેને હાઇબ્રિડ આતંકવાદીના સહયોગી કહીએ છીએ.
