New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/02-4.jpg)
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 175 કિમી દૂર આ અકસ્માત સર્જાયો હતો
જમ્મુ-કશ્મીરના પુંચ જિલ્લામાં આજે એક બસ હાઈવે પરથી 100 મીટર ઉડી ખાડીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે તો 19 લોકો ઘાયલ થયા છે. આ બસ લોરાનથી પુંચ તરફ જઈ રહી હતી. બસ મંડી તાલુકાના પલેરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. સ્થાનિક પોલીસ અને એડમિનિસ્ટ્રેશનની ટીમોએ સ્થળ ઉપર પહોંચી સ્થાનિકોની મદદ કરી હતી.
સ્થાનિક પોલિસનાં જણાવ્યા પ્રમાણે, ઈજાગ્રસ્તો પૈકીના ચારથી પાંચ લોકોની હાલત વધુ ગંભીર છે. આ લોકોને સારવાર માટે જમ્મુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થયો હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.
Latest Stories