જામનગર શહેર ભાજપ દ્વારા આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના હસ્તે “વિભાજન વિભીષિકા ફોટો પ્રદર્શન” કાર્યક્રમનું 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર ભાજપ દ્વારા લાખોટા તળાવે સાંસદ સભ્ય પૂનમ માડમ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “વિભાજન વિભીષિકા ફોટો પ્રદર્શન” 3 દિવસ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ ફોટો પ્રદર્શનમાં ભારત દેશને 1947માં આઝાદી મળી અને ભારતના ભાગલા પડ્યા, ત્યારે ભારત માતા અને દેશવાસીઓને જે યાતનાઓ ભોગવવી પડી હતી, તે અંગેના ફોટોને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. જે આજની યુવા પેઢી આ યાતનાને જાણે અને જાગૃત બને તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, મહામંત્રી પ્રકાશ બાંભણીયા, મેરામણ ભટ્ટુ સહિત કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170