/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-175.jpg)
જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી અને બ્રહ્મસમાજના આગેવાન કિરિટ જોશીની હત્યાની ઘટનાને દોઢ વર્ષ વીતી ગયો તેમ છતાં આ ઘટનાનું મુખ્ય કાવતરું રચનાર અને આરોપી એવા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ સાથે બ્રહ્મસમાજે કલેકટરને રજૂઆત કરી છે.
સ્વ. કિરીટભાઇ જોશીની દોઢ વર્ષ અગાઉ જામનગર શહેરના ટાઉનહોલ વિસ્તારમાં સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં તેમની હત્યા પાછળ ભુમાફીયા જયેશ પટેલનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. હત્યાની ઘટનાના દોઢ વર્ષ બાદ પણ પોલીસ મુખ્ય કાવતરાખોર જયેશ પટેલ સામે કોઈ પણ નક્કર કાર્યવાહી ન કરાતા બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે...ત્યારે જામનગર સમસ્ત જિલ્લા અને શહેર બ્રહ્મસમાજ દ્વારા સ્વ. કિરીટભાઇ જોશીના પરિવારજનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, જયેશ પટેલ સામે રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરવામાં આવી હોવા છતાં પોલીસ હજી સુધી તેની ધરપકડ કરી શકી નથી.