/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/vlcsnap-4503-10-27-06h49m12s712.png)
સીએનજી કીટ્સ, કાર્સ, ઓટો ટેમ્પો વિગેરે માટે પણ આકર્ષક ઓફર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી
જામનગરમાં બે દિવસ માટે સીએનજી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય મેળાના આયોજનમાં જીલ્લા પોલીસ વડા અને ફાયર ઓફિસરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
જામનગરનાં પ્રદર્શન મેદાનમાં આજથી બે દિવસીય સીએનજી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સીએનજી મેળામાં વાહનોમાં સીએનજીનાં વપરાશથી મળતા લાભો અંગે માહિતી સાથે "સીએનજી કારવાન" અંતર્ગત નવા સીએનજી વાહન બુક કે કન્વર્ટ કરાવનારાઓને ૨૫૦૦ રૂપિયાની કિંમતનું સીએનજી ફ્રી આપવામાં આવ્યું. સીએનજી કીટ્સ, કાર્સ, ઓટો ટેમ્પો વિગેરે માટે પણ આકર્ષક ઓફર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ગેસ લીમીટેડ કંપની આયોજિત સુધીર ચૌધરી તથા જામનગર મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈ નાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પૂર્વે સીએનજી વાહનો સાથે રેલી યોજાઈ હતી તમામ મુખ્ય ઓટોમોબાઈલ ઉત્પાદકો દ્વારા આ મેળા માં તેમના સીએનજી વાહનો તેમજ સીએનજી કીટ સ્પ્લાયારસે તેમના ઉત્પાદનો પ્રદર્શન માં મુક્યા હતા.