/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-130.jpg)
જામનગર માં એક અઠવાડીયા ના વિરામ બાદ ફરીથી આજે બપોર બાદ વરસાદ ની સેકેંડ ઇનિંગ ની શરૂઆત થઈ હતી બપોર થી ધીમી ધારે વરસાદ ની શરૂઆત થતાં શહેર ના અનેક માર્ગો અને ગલલીઓ માં પાણી ભરાયા હતા.
જામનગર માં વરસાદે એક અઠવાડીયા ના વિરામ બાદ આજે બપોરે ફરીથી સેકેન્ડ ઇનિંગ માં વરસાદ ની શરૂઆત થઈ હતી જામનગર શહેરની વાત કરીએ તો બપોર થી ધીમી ધારે ચાલુ રહેલાં વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં અડધા થી એક ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતાં. પંચેશ્વર ટાવર રોડ, બેડી ગેઇટ, હવાઇ ચોક, સેતાવાડ, જયશ્રી ટોકીઝ રોડ, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, ધણશેરી, કાશી વિશ્ર્વનાથ મંદિર, લીમડા લાઇન ચર્ચ વિગેરે વિસ્તારમાં રસ્તા ઉપર પાણી વહેતા હતાં.
જ્યારે શહેર ના લાખોટા તળાવે શહેરીજનોએ વરસાદ ની મોજ માણવા માટે ભેગા થયા હતા જામનગર માં એક તરફ વરસાદ ના માહોલ ની ખુશી હતી. તો બીજી તરફ જામનગર ના સચાણા ગામ ના એક યુવાન નું સચાણાના દરિયા માં નહાવા જતાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. યુવાન ના મૃતદેહ ને જામનગર ની ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલા ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના ના પગલે મુસ્લિમ પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું.