/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/vlcsnap-7696-10-22-02h06m49s036.png)
હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોક સાહિત્યકાર પારસભાઈ પાંધીએ જલારામ બાપાના જીવનની ઝાંખી લોકો સમક્ષ વર્ણવી
જામનગરમાં આગામી દિવસો માં આવનાર જલારામ જયંતી નિમિતે લોહાણા સમાજ દ્વારા જલારામ ભક્તો માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં જલારામ ભક્તો હાજર રહ્યા હતા.
છોટીકાશી થી પ્રસિદ્ધ જામનગર માં અનેક ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં આવનાર જલારામ જયંતી નિમિતે જામનગરનાં પ્રદર્શન ગ્રાઉન્ડ મેદાનમાં જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોક સાહિત્યકાર પારસભાઈ પાંધીએ જલારામ બાપાના જીવનની ઝાંખી લોકો સમક્ષ વર્ણવી હતી.. તેમજ આ લોકડાયરાનો આશરે ૧૦ હજાર જેટલા જલારામ ભક્તોએ લાભ લીધો હતો. લોકડાયરામાં લોહાણા સમાજ ના પ્રમુખ જીતુભાઈ લાલ, મેયર હસમુખ ભાઈ જેઠવા, ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ લોહાણા સમાજના આગ્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.