જામનગર: ચેન્નઈ થી એમબીબીએસ નું ભણવા માટે આવેલા આશાસ્પદ તબીબનું અચાનક મોત

New Update
જામનગર: ચેન્નઈ થી એમબીબીએસ નું ભણવા માટે આવેલા આશાસ્પદ તબીબનું અચાનક મોત
  • બીજા વર્ષ માં અભ્યાસ કરતાં અને પીજી હોસ્ટેલ માં સ્થાયી ચેન્નઈ ના મૂળ વતની ડોકટર દિનેશ અગ્રવાલ નું મૃત્યુ
  • ડોકટર દિનેશ અગ્રવાલ ને લાંબા સમય થી બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારી હતી

ચેન્નઈ થી જામનગર એમબીબીએસ નું ભણવા માટે આવેલા ડોકટર નું આજે અચાનક જામનગર ની સિવિલ હોસ્પિટલ માં બેભાન થયા બાદ મૃત્યુ નીપજયું હતું. એમબીબીએસ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતાં દિનેશ અગ્રવાલ નામના ડોકટર ના મૃત્યુ થી સમગ્ર તબીબી વિદ્યાર્થીઓ અને ડોકટરો માં દુખનો માહોલ જોવા મળ્યો હતો.

જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન નંદનીબેન દેસાઇના જણાવ્યા પ્રમાણે ડોકટર દિનેશ અગ્રવાલ ને લાંબા સમય થી બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારી હતી. તેમજ ડોકટર દિનેશ અગ્રવાલ ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ માં ચાલુ ફરજ દરમિયાન બેભાન થઈ ગ્યાં હતા અને હોસ્પિટલ માં ૩ કલાકની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું હાલ ડોકટર દિનેશનું મૃત્યુ બ્રેઇન હેમરેજ થી થયું હોવાનું તબીબો ને શંકા છે જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ ખબર પડશે.

Latest Stories