/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/vlcsnap-1915-10-14-19h13m06s457.png)
જામનગરમાં સંસદસભ્ય દ્વારા ત્રણ જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સાધન સહાય ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ના રેલવે સ્ટેશન બે એસ્કલેટર અને હાપા ખાતે એક એસકેલેટરનું ખાતમુહૂર્ત ત્યારબાદ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચર તથા દિવ્યાંગો ને સાધન સહાય કરવામાં આવી હતી.
જામનગરના રેલવે સ્ટેશને સાંસદ્સભ્ય પૂનમબેન માડમના હસ્તે બે એસ્કેલેટર અને હાપા ના એક એસ્કેલેટર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રિલાયન્સ દ્વારા સીએસઆર અંતર્ગત એસ્કેલેટરની સામે સ્ટેપગાર્ડનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શહેરની ગુરુગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ ખાતે દૂર ના વિસ્તારો માંથી આવતા દર્દીઓ માટે આપાતકાલીન સમય માં મદદરૂપ થાય તે માટે સંસદસભ્ય પુનમબેન માડમ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી તેમજ ત્રણ સ્ટ્રેચર અનેત્રણ વહીલચેર પણ અર્પણ કરવામાં આવી હતી
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના દિવ્યાંગો ને સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં દિવ્યઅંગજનો અને શ્રવણમંદ વ્યક્તિઓને સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર જેવા કિંમતી સાધનો નું વિતરણ કરવામાં આવ્યું હતું.