/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/IMG-20181231-WA0015.jpg)
‘હમ અપની આઝાદી કો હરગીઝ મીટા નહીં શકતે... શર કટા શકતે હૈ લેકીન શર ઝુકા શકતે નહીં...’ જે દેશના જવાનોએ દેશની એક ઇંચ જગ્યા પણ દુશ્મનોને ના આપી પોતે શહીદી વ્હોરી લીધી હોય તે જ દેશ પાકિસ્તાન સાથેના બે યુધ્ધ જીતી શકે. અને પોખરણમાંથી દુશ્મનોને ઉભી પૂંછડીએ ભગાડી શકે છે. ભાવી પેઢી પણ દેશદાઝ અને દેશભક્તિ માટે તૈયાર થાય અને તેના ભવિષ્ય માટે આર્મી, એરફોર્સ કે નેવીમાં જોડાવાનું પસંદ કરે તે માટે જામનગરના આઇ.એન.એસ. વાલસુરામાં સૌ પ્રથમ વખત એન.સી.સી. નેવલ વીંગના તામલી કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ કેમ્પના વિદ્યાર્થીઓ માટે મુલ્યવાન કાર્યક્રમ યોજી ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનતિ કરવામાં આવ્યા છે.
આઇ.એન.એસ. વાલસુરામાં યોજાયેલા નેવલ વીંગના તાલીમી કેમ્પમાં નેવલ યુનિટ સાથે જોડાયેલ 475 એન.સી.સી. કેડેટર્સ તાલીમ મેળવી રહ્યાં છે. જેમાં જામનગર જિલ્લા ઉપરાંત વેરાવળ, ગાંધીધામ, ભૂજ અને પોરબંદર વિગેરે શહેરોના મળી ધો.8થી શરૂ કરીને કોલેજમાં અભ્યાસ કરતા 290 વિદ્યાર્થીઓ અને 185 વિદ્યાર્થિનીઓ અલગ-અલગ વિષયો પર તાલીમ મેળવી કેમ્પને સફળ બનાવી રહ્યાં છે.
જામનગરમાં સૌ પ્રથમ વખત આઇએનએસ વાલસુરામાં આ પ્રકારનો નેવલ વીંગ તાલીમ કેમ્પ યોજાઇ રહ્યો છે. આ કેમ્પના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને કેમ્પની પુર્ણાહૂતિ પ્રસંગનો રંગારંગ કાર્યક્રમ આજરોજ આઇએનએસ વાલસુરામાં યોજવામાં આવ્યો હતો. જેમાં એનસીસી કેડેટર્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તાલીમમાં શીખેલા કરતબો રજૂ કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓએ તાલીમ દરમિયાન કુદરતી આપતિના સંજોગોમાં સરંક્ષણની તાલીમ, આગ તેમજ પાણીની દુર્ઘટના સમયે પ્રાથમિક સારવાર તેમજ રાઇફલ શુટીંગ, મેપરીડીંગ, સ્વિમીંગ, એનબીસીડી તાલીમ અને વેપન ટ્રેનીંગમાં ભાગ લીધો હતો અને આઇએનએસ વાલસુરા નૌ-સેના મથકના વિવિધ વિભાગોની મુલાકાત લઇ તેમના વિશે માહિતી મેળવી હતી.
10 દિવસના નેવલ વીંગ તાલીમી કેમ્પ બાદ તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નૌસેનામાં જોડાય તેવી આશા વાલસુરાના કમાન્ડીંગ ઓફિસર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તાલીમાર્થીઓને કમાન્ડીંગ ઓફિસર સહિત આઇ.એન.એસ વાલસુરા કેન્દ્રિય વિદ્યાલયના આચાર્ય બી.કે.શર્મા, લે. કમાન્ડર ચંદ્રશ મીતલ, ચીફ પી.ટી. ઓફિસર અશ્ર્વિની કુમાર, મિશ્રા અને એ.એન.ઓ. પાર્થ રાવલ, પ્રદિપ કુમાર, મિત્તલ શાહ વિગેરેના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.
તાલીક કેમ્પમાં જોડાયેલા જિલ્લાના અને જિલ્લા બહારના 400થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ કેમ્પમાં તેઓને ઘણુબધું શિખવા મળ્યું છે. વ્યક્તિ વિકાસ, આત્મવિશ્ર્વાસ અને ઉત્સાહમાં વધારો થયો છે. અને આગામી દિવસોમાં તેઓ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારના કેમ્પમાં જોડાય તેવા પ્રયત્નો તેઓ કરશે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.